સોલોમનનાં ગીતો 7 : 1 (GUV)
હે રાજકુમારી ચંપલોમાં તારા પગ કેવા સુંદર છે! તારી જાંઘોના વળાંક નિપુણ કારીગરે જડેલા જવાહિર જેવા છે.
સોલોમનનાં ગીતો 7 : 2 (GUV)
જેમાં મિશ્રિત દ્રાક્ષારસની કદી અછત હોતી નથી; એવા ગોળ પ્યાલા સરખી તારી નાભી છે. તારું પેટ ગુલછડીથી શણગારેલી ઘઉંની ઢગલીના જેવું છે;
સોલોમનનાં ગીતો 7 : 3 (GUV)
તારાં બે સ્તન એક સાબરીનાં જોડિયાં બચ્ચાંના જેવાં છે.
સોલોમનનાં ગીતો 7 : 4 (GUV)
તારી ડોકી જાણે હાથીદાંતનો મિનાર જોઈ લો; તારી આંખો હેશ્બોનમાં બાથ- રાબ્બીમના દરવાજા પાસેના કુંડ જેવી છે; તારું નાક દમસ્કસ તરફ ઢળતા લબાનોનના બૂરજ સરખું છે.
સોલોમનનાં ગીતો 7 : 5 (GUV)
તારા દેહ પર તારું શિર કાર્મેલ [પર્વત] જેવું, તારા શિરના કેશ જાંબુઆ રંગના છે; રાજા તેની લટોમાં બંદીવાન તરીકે જકડાઈ રહ્યો છે.
સોલોમનનાં ગીતો 7 : 6 (GUV)
હે પ્રિયતમા, તું કેવી ખૂબસૂરત તથા વિનોદ કરવા લાયક અને આનંદકારક છે!
સોલોમનનાં ગીતો 7 : 7 (GUV)
આ તારું કદ ખજૂરીના જેવું છે, ને તારાં સ્તન [દ્રાક્ષાની] લૂમો જેવાં છે.
સોલોમનનાં ગીતો 7 : 8 (GUV)
મેં કહ્યું, હું ખજૂરી ઉપર ચઢીશ, હું તેની ડાળીઓ પકડીશ; તારાં સ્તન દ્રાક્ષાવેલાની લૂમો જેવાં થાય, અને તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય;
સોલોમનનાં ગીતો 7 : 9 (GUV)
અને તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય કે, જે [દ્રાક્ષારસ] મારા પ્રીતમને માટે છે, અને જે ઊંઘનારાના હોઠોમાં થઈને સરળતાથી પેટમાં ઊતરી જાય છે.
સોલોમનનાં ગીતો 7 : 10 (GUV)
હું મારા પ્રીતમની છું, અને તેનો મારા પર પ્રેમ છે.
સોલોમનનાં ગીતો 7 : 11 (GUV)
હે મારા પ્રીતમ, ચાલ, આપણે જંગલમાં ચાલ્યાં જઈએ; આપણે ગામડાંમાં ઉતારો કરીએ.
સોલોમનનાં ગીતો 7 : 12 (GUV)
આપણે વહેલાં ઊઠીને દ્રાક્ષાવાડીઓમાં જઈએ; દ્રાક્ષાવેલાને મોર આવ્યો છે ને તેનાં ફૂલ ખોલ્યાં છે કે નહિ, ને દાડમડીઓ મહોરી છે કે નહિ, તે આપણે જોઈએ; ત્યાં હું તને મારા પ્રેમનો અનુભવ કરાવીશ.
સોલોમનનાં ગીતો 7 : 13 (GUV)
વેંગણીઓ બહેકી રહી છે, અને આપણાં બારણાં પાસે સર્વ પ્રકારનાં નવાં તથા જૂનાં ફળ છે, જે, હે મારા પ્રીતમ, મેં તારે માટે સંઘરી રાખ્યાં છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: